ક્યાં છે ?

શબ્દ છે ને સૂર છે પણ ભાવ ક્યાં છે ?
દિલને જે આકર્ષે એ પ્રસ્તાવ ક્યાં છે ?

ફૂંક તું મારીશ તો એ રુઝાઇ જાશે,
થઈ શકે નાસૂર એવો ઘાવ ક્યાં છે

તું જ કાયમ લઈ સતાવે છે સમય, પણ-
કોઈ દિ’ તો આપ.! મારો દાવ ક્યાં છે ?

લોક શ્રદ્ધા લઈને ધસમસતા રહ્યા,
તર્કનો પણ હોય એ અટકાવ ક્યાં છે ?

એય પાછો ન્યાય તોળે છે ખરો,
પહોંચે એને એવી સાચી રાવ ક્યાં છે ?

છેક મઝધારે અમે ડૂબ્યા છે, પણ તેં,
મોકલી ઊગારવા એ નાવ ક્યાં છે ?

દર્દ સાંખી ને અમે ‘આનંદ’ વ્હેંચ્યો,
મિત્ર..!! ક્યાં છે ? આપણો શિરપાવ ક્યાં છે ?

– અશોક જાની ‘આનંદ’

Advertisements

9 thoughts on “ક્યાં છે ?

  1. દર્દ સાંખીને આનંદ વહેચનારા….અમે ગમે તે આપીશું તે ઓછું જ હશે….
    સુંદર ગઝલ…..

  2. શબ્દ છે ને સૂર છે પણ ભાવ ક્યાં છે ?
    થઈ શકે નાસૂર એવો ઘાવ ક્યાં છે

    this way also I like this.

  3. મારો દાવ ક્યાં છે ?… સમયને પૂછાયલો આ પ્રશ્ન ખૂબ સરસ રીતે આવ્યો છે. ખૂબ સરસ ગઝલ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s