પડઘાય છે

વારતા મનમાં ઘડાતી જાય છે,
એ રીતે બસ જિંદગી ભજવાય છે.

બૂમ પાડું જ્યાં અજાણી ખીણમાં,
ઇશ એવું નામ, જે પડઘાય છે.

આદતો કઇ કઇ ઉધઇ જેવી હશે ?
જે મને અંદરથી કોરી ખાય છે ?

કૃષ્ણની જો ફૂંક લાગી જાય તો,
વાંસળી પણ સૂર સાથે ગાય છે.

વાસ્તવિકતાઓ રહે ચરણો તળે,
કલ્પનાઓ ‘જય’ ઉપર લહેરાય છે.

– જય એસ. દાવડા

Advertisements

6 thoughts on “પડઘાય છે

 1. વાંસળી આપણી ને ફૂંક કૃષ્ણની ….ત્યાં ‘જય’ લહેરાય જ….વાહ…..

 2. nice
  આદતો કઇ કઇ ઉધઇ જેવી હશે ?
  જે મને અંદરથી કોરી ખાય છે ?

 3. આદતો કઇ કઇ ઉધઇ જેવી હશે ?
  જે મને અંદરથી કોરી ખાય છે ?.. વાહ

  સુંદર ગઝલ … !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s