દીવો કરો

લાગણીની સ્યાહીમાં બોળી અને ભીનો કરો
બાદમાં એ શબ્દનો કાગળ ઉપર દીવો કરો

આપ મોટા સાધુ જાણો છો બધી જાદુગરી ,
મારી કિસ્મતનો આ પથરો જાદુથી હીરો કરો ?

ફેરફારો થઇ જશે જાતે જ મારા વક્તમાં ,
મારી આ ઘડિયાળનો કાંટો જરા સીધો કરો

પ્રેમમાં નિષ્ફળ ગયાની યાદગીરી આપવા ,
લ્યો, હથેળીમાં તમારા નખથી એક ચીરો કરો

લાગણીની કુખથી જન્મી ગઈ તાજા ગઝલ ,
ચાલો સૌ ભેલા મળીને દાદનો શીરો કરો

– મેહુલ પટેલ ‘ઈશ’

Advertisements

4 thoughts on “દીવો કરો

  1. મત્લાથી મકતા સુધી.. આખી ગઝલ અર્થપૂર્ણ અભિવ્યક્તિઓથી ભરી ભરી…

    અભિનંદના કવિ… !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s