છે જ ક્યાં ?

ઉઘડશે દિશાઓ ખબર છે જ ક્યાં ?
તને તારી ઉપર નજર છે જ ક્યાં ?

યુગોના યુગો દફ્ન થાતા રહે,
છતા મારી ફરતે કબર છે જ ક્યાં ?

પછી જઇને આસવની માણી મજા,
દવાની દુઆની અસર છે જ ક્યાં ?

સતત અશ્ર્વ માફક હું દોડી રહ્યો,
અને જોઉં તો આ સફર છે જ ક્યાં ?

કલમ શબ્દ ક્રીડા ધુતારી કહો,
અહી કોઇ કયારે અમર છે જ ક્યાં ?

હજી સત્ય છે એવુ માનુ છું હું,
ભલે સૌ કહે: રથ અધર છે જ કયાં ?

– નરેશ સોલંકી

Advertisements

2 thoughts on “છે જ ક્યાં ?

  1. પછી જઇને આસવની માણી મજા,
    દવાની દુઆની અસર છે જ ક્યાં ?.. એ જ તો ઉત્તમ દવા છે.. પ્રેમનો નશો સૌથી મસ્ત.. !!

    (નશો છે પ્રેમનો ભઇલા, સુરાથી એ સવાયો છે )

    સુંદર ગઝલ.. !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s