શબ્દ

શબ્દને સત્કારજે જો હોય ચાહત એ મહીં,
શબ્દને ફટકારજે જો હોય નફરત એ મહીં.

શબ્દ સાથે બ્રહ્મ લગ પહોંચી જવાની શક્યતા,
શબ્દનો જપ જાપજે જો હોય કૌવત એ મહીં.

શબ્દ સામે આવીને નિર્માલ્ય થઈ ઊભો રહે,
શબ્દ એ શણગારજે જો હોય ગુર્બત એ મહીં.

શબ્દ જ્યારે અર્થહીન ઉત્પાત કરતો હોય છે,
શબ્દ એવા માપજે જો હોય દહેશત એ મહીં.

શબ્દની જાહોજલાલી આજ બહુ વર્તાય છે,
શબ્દને સંભાળજે જો હોય મિલકત એ મહીં॰

શબ્દને સત્કારજે, શણગારજે, સંભાળજે,
સાચવી લે શબ્દને જો હોય શોહરત એ મહીં.

હાથ પકડી શબ્દનો ‘આનંદ’ થઈ વરસી શકાય,
શબ્દને પસવારજે જો હોય જન્નત એ મહીં .

– અશોક જાની ‘આનંદ’

Advertisements

6 thoughts on “શબ્દ

  1. શબ્દ પાસે કવિશ્રીએ ધારેલું કામ કરાવ્યું છે અભિનંદન

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s