લખવા કહે

ઊગતાં પહેલાં જ આથમવા કહે,
આવતી પળ એબ જાળવવા કહે.

શું કહે છે એય ક્યાં સમજાય છે,
વાદળું જાણીને ઝરમરવા કહે.

હસ્તરેખા કોરીકટ્ટ જેને મળી,
એમને વર્ષા વિશે લખવા કહે.

શબ્દ જ્યાં નિ:સ્પંદ અર્થો બેનકાબ,
લાગણી ત્યારે ય લગભગવા કહે.

એમને પથ્થર થયે વરસો થયા,
ભાવપૂર્વક જેમને ભજવા કહે.

હાથ જેવુંઃ ક્યાં રહ્યું; ક્યાં છે મશાલ ?
જાત ક્યાં છ્ તોય ઝળહળવા કહે.

પૂરતાં યત્નો અને ” ગુણવંત” બેઉં,
છે જ તો પર્યાય ઓળખવા કહે.

– ગુણવંત ઉપાધ્યાય

Advertisements

5 thoughts on “લખવા કહે

  1. હસ્તરેખા કોરીકટ્ટ જેને મળી,
    એમને વર્ષા વિશે લખવા કહે…વાહ.. કુબ મજાનો શે’ર..

    આખી ગઝલ ગમી જાય એવી..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s