દુઆ રાખે !

એ વિચારે છે શું ; દુઆ રાખે !
કે તબીબની નવી દવા રાખે !

સૌ અહીંયા જુદા જુદા રાખે !
પણ બધાં એક નિજી ખુદા રાખે !

આ ફરજ છે કબરમાં રહે એની,
બાજુમાં કોઈની જગા રાખે !

બે ખબર પગને રાખવા, મંઝિલ-
રોજ રસ્તાઓ કંઈ નવા રાખે !

સૌ ગુનેગાર થઈ જવા માંગે,
કોર્ટ જો મન પસંદ સજા રાખે !

આપણે એવું રાખવાનું નહિ,
જે ગઝલમાં “મધુર” ઘણા રાખે.

– બ્રિજેશ પંચાલ “મધુર”

6 thoughts on “દુઆ રાખે !

  1. બે ખબર પગને રાખવા, મંઝિલ-
    રોજ રસ્તાઓ કંઈ નવા રાખે !.. વાહ.. જાતને છેતરવાની સુંદર વાત… !!

    સુંદર ગઝલ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s