વાત છે

વાત છે લોહી ઊડ્યું એ છાંટણાંની.
ત્યાં ગણતરી શું કરું હું આંકડાની ?

બોલ હે ઈશ્વર! મને કંડારવામાં-
આંગળાની ભૂલ છે કે ટાંકણાની ?

સાવ સુક્કા વૃક્ષ જેવું મોં કરીને,
પાંદડાની વાત કે’ છે પાંદડાની ?

વૃદ્ધથી રડવું જ રોકી ના શકાયું,
વાત જ્યારે નીકળી આ બાંકડાની.

એક માણસ નામની ફૂટી છે શીશી,
ને ભરાણી છે સભાઓ ઢાંકણાની.

– અનિલ ચાવડા

Advertisements

7 thoughts on “વાત છે

  1. વૃદ્ધથી રડવું જ રોકી ના શકાયું,
    વાત જ્યારે નીકળી આ બાંકડાની…. વાહ.. સુંદર અભિવ્યક્તિ

    અર્થપૂર્ણ ગઝલ .. ખૂબ ગમી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s