એ ખોટું છે..!

સહુની સાથે જ્યાં ત્યાં હરદમ વાદ કરો એ ખોટું છે..!
‘હું સાચો છું’ સમજી સહુને બાદ કરો એ ખોટું છે..!

દુશ્મન હો તો સામા સામી લડવાનો કોઈ વાંધો નહીં,
પીઠ ફરે તો વાર તમે એકાદ કરો એ ખોટું છે..!

અબ લગ સાથે ઊભાં’તા પણ સંકોચે બસ ચૂપ રહ્યા,
દૂર ગયાં ને સાવ અચાનક સાદ કરો તો ખોટું છે..!

હોય જીવનમાં નિષ્ફળતા પણ આવે તો આવે- તેથી,
યાદ કરી જીવન આખું બરબાદ કરો એ ખોટું છે..!

ખિસ્સામા ‘આનંદ’ ભર્યો છે ને મિત્રોમાં આ રીતે,
ગમગીનીની ચોતરફે સૌગાદ કરો એ ખોટું છે..!

– અશોક જાની ‘આનંદ’

Advertisements

10 thoughts on “એ ખોટું છે..!

  1. સમજદારી થી સમજો તો ઘણું કહી જાય છે આ ગઝલ.

    ખિસ્સામા ‘આનંદ’ ભર્યો છે ને મિત્રોમાં આ રીતે,
    ગમગીનીની ચોતરફે સૈાગાદ કરો એ ખોટું છે..!

    વાહ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s