જીવીએ

શાંત ને ગંભીર જેવું જીવીએ.
ચાલને મંદિર જેવું જીવીએ.

ઘૂંટ પીને હાશ એને થાય બસ !
એક ખોબા નીર જેવું જીવીએ

જોતજોતામાં પીડા એની શમે,
કો’ દવા અકસીર જેવું જીવીએ.

ચંદ્રનાં જળસ્નાનની જોઈ છબી?
એ સરસ તસવીર જેવું જીવીએ.

આપ-લે સુખની જ કરવી હોય તો,
કાં પરી કાં પીર જેવું જીવીએ.

દુ:ખ હો પણ હો ખુમારી સાથમાં,
આપણી તકદીર જેવું જીવીએ

– મુકેશ જોશી

Advertisements

6 thoughts on “જીવીએ

 1. ઘૂંટ પીને હાશ એને થાય બસ !
  એક ખોબા નીર જેવું જીવીએ.. વાહ કેવું આદર્શ.. !!

  આખી ગઝલ ઉદ્દાત ભાવથી ભરેલી… ખૂબ ગમી

 2. વાહ મજાની ગઝલના મને ગમી ગયેલા શેર

  આપ-લે સુખની જ કરવી હોય તો,
  કાં પરી કાં પીર જેવું જીવીએ.

  દુ:ખ હો પણ હો ખુમારી સાથમાં,
  આપણી તકદીર જેવું જીવીએ

  ક્યા બાત

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s