ટેવ પાડો

ધારશો તે પામશો, બસ ધારવાની ટેવ પાડો,
જે મળે તેને હમેશાં માણવાની ટેવ પાડો.

પ્રેમની જો લાગણી જાહેર કરતાં બીક લાગે;
પ્રેમપત્રો તો લખો પણ, ફાડવાની ટેવ પાડો.

શું ખબર કોના નસીબે, આપણાં ભંડાર ભરચક,
કો’ક આવે માંગવાતો, આપવાની ટેવ પાડો.

આ સમય સારો નથીને, ક્યાં નજર સારી બધાંની,
બારસાખે લીંબુ મરચાં, બાંધવાની ટેવ પાડો.

કેટલી કોશિશ કરો ત્યારે ગઝલ આ અવતરે છે,
ના ગમે ને તોય તાળી, પાડવાની ટેવ પાડો.

– હેમાંગ નાયક

Advertisements

7 thoughts on “ટેવ પાડો

  1. આખી ગઝલ મસ્ત થઈ છે,

    વાંચવાની ટેવ પાડો..!

  2. સરસ વાત કહી, અને રચનાને સુંદર બનાવી,
    હવે સુંદરતાને માણવાની ટેવ પાડો ભાઈ !!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s