કાંઇ ઘટે નહીં..!

લીલી વાડી, લીલાં ખેતર કાંઇ ઘટે નહીં..!
ગાવલડીને બીજું વેતર, કાંઇ ઘટે નહીં..!

મોજ મૂકીને ચણતાં પંખી સાહટિયામાં,
પારેવાં… ને હોલા-તેતર,કાંઇ ઘટે નહીં..!

શેઢે ઊભા બે-ત્રણ આંબે લૂંબે-ઝુંબે!
આખો ઉનાળો કેરી કેસર, કાંઇ ઘટે નહીં..!

વીહ વીંઘામાં વાવેતર ને ધીંગા ધોરી,
કૂવામાં પણ પાણી નેસર, કાંઇ ઘટે નહીં..!

વાહુ લઈને પાણી વારુ ત્યાં જ બપોરે,
ભાતું લઈને આવે ‘કેહર’કાંઇ ઘટે નહીં..!

– વસંત રાવલ ‘ગિરનારી’

Advertisements

7 thoughts on “કાંઇ ઘટે નહીં..!

 1. વતનની સુગંધથી લથબથ ગઝલ ખૂબ ભાવી કવિશ્રી અભિનંદન Virginia USA

 2. મોજ મૂકીને ચણતાં પંખી સાહટિયામાં,
  પારેવાં… ને હોલા-તેતર,કાંઇ ઘટે નહીં..!……… વાહ

  પૂરેપૂરા ગામથી પરિવેશમાં લઈ જતી મસ્ત ગઝલ…

 3. ખૂબ સુંદર ચિત્ર. જાણે કેરીથી લૂંબઝૂમ થતી વાડીમાં પહોંચી ગયા
  અને પવનની લહેરખી સાથે વાળુની મઝા જ કંઇ ઓર જ હોય છે.
  વાસ્તવિક ચિત્ર.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s