શેષ છે લ્યા !

આ હૃદયનો, તે અકલનો દેશ છે લ્યા !
શાણપણ ત્યાં ને અહીં આવેશ છે લ્યા !

હાડકાં છે.. લોઈ છે.. ને ચામડી છે..
એક જેવો આપણો ગણવેશ છે લ્યા !

એ ભલે ગુણ હોય, સરવાળો ભલે પણ,
શૂન્યમાંથી બાદ થઇ તું શેષ છે લ્યા !

કાળની દરગાહ પર જો વાળ ખોલી..
આ સમય એક ધૂણતો દરવેશ છે લ્યા !

આરતી, લોબાન, ડંકા બંધ કર.. આ –
આદમીની હામનો પ્રદેશ છે લ્યા !

– કુમાર જિનેશ શાહ

Advertisements

4 thoughts on “શેષ છે લ્યા !

  1. હાડકાં છે.. લોઈ છે.. ને ચામડી છે..
    એક જેવો આપણો ગણવેશ છે લ્યા !…….વાહ ……., સચોટ અભિવ્યક્તિ.. !!

    સુંદર ગઝલ…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s