કાને ધરે ?

પાંદડાઓની વ્યથા એ કઈ રીતે કાને ધરે ?
એક ખુરશી કાજ આખા વૃક્ષને જે વેતરે !

ભગ્ન ચૂડી, ખાલી ખોળો ને બળેલી રાખડી,
જડ બનેલી જિંદગી કઈ વાતનું માતમ કરે ?

જોઈને મોટાઓનાં આ સાવ હીણાં કરતૂતો !
બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે !

લાખ યત્નો આદરી આ આગને તો ઠારશું,
પણ, ધુમાડો જે થયો એ કઈ રીતે પાછો ફરે ?

હોય આનાથી વધુ સંતાનનું બીજું પતન ?
ભરબજારે માતનાં વસ્ત્રો હરી ગૌરવ કરે !

માનવીની પાશવી-ખૂની લીલાઓ જોઈને,
મંદિરો ને મસ્જિદોના પથ્થરો હીબકાં ભરે !

ના ખપે, એ રામ અલ્લાહ ના ખપે, હા ના ખપે-
નામ માનવતાનું જેના નામથી ‘કાયમ’ મરે !

– ‘કાયમ’ હજારી

Advertisements

5 thoughts on “કાને ધરે ?

 1. જોઈને મોટાઓનાં આ સાવ હીણાં કરતૂતો !
  બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે !.. વાહ…!!

  આમ તો દરેક શે’ર ઉમદા અને અનોખા.. સુંદર ગઝલ.. !!

 2. વ્યથા અને આક્રોશથી ભરેલી ગઝલ.

  લાખ યત્નેા આદરી આ આગને તો ઠારશું,
  પણ, ધુમાડો જે થયો એ કંઇ રીતે પાછો ફરે ?

  બધા જ શે’ર લાજવાબ થયા છે.

 3. સાંપ્રત સમયની વેદના ઉજાગર કરતી જોરદાર ગઝલ અભિનંદન

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s