છે ક્યાં ?

મને રાહ ચીંધે ઊલટભેર એવો આ નભમાં કોઈ પણ સિતારો ય છે ક્યાં.?
અને દૂર લગ સાથ દેવાનો કોઈ સરેઆમ- છુપો ઈશારો ય છે ક્યાં ?

મુસાફર છું સાવ જ હું એકલ ને લંબી કરવી છે જ્યારે મજલ લક્ષ્ય સુધી,
અગર થાક લાગે સફરમાં તો હું પણ કરું ‘હાશ’ એવો ઉતારો ય છે ક્યાં ?

આ બિસ્માર રસ્તો, ધખે ધોમ તડકો ને ઠોકર આ વાગી અંગુઠો નિંગળતો,
ખભે હાથ મૂકી નજીકે બેસાડી જખમ પર મલમનો સહારો ય છે ક્યાં ?

હવે તો ગમે તેમ મંઝિલ મળે બસ, ગમે તેમ કરતાં સફર આ વિરામે
નવા શિખરો ને નવા લક્ષ્યે પહોંચું મનમાં મેં પાળ્યો ધખારો ય છે ક્યાં ?

ઢસરડા સમુ આ જીવન જો મળ્યું છે, મનથી કમનથી જીવી એ જવાનું,
કદી આંખ હરખે, કદી હૈયું ગાયે, ‘આનંદ’નો કોઈ એકતારો ય છે ક્યાં ?

– અશોક જાની ‘આનંદ’

Advertisements

6 thoughts on “છે ક્યાં ?

 1. વાહ! ખુબ સરસ રચના. એકે એક લીટી મનભાવન છે.
  સરયૂ પરીખ

 2. कोई हमदम ना मिला, कोई सहारा ना मिला,
  जो मुझे राह दिखा दे, वो सितारा न मिला ।

  ઉપરનું ગીત યાદ આવી ગયું તમારી ગઝલ વાંચી.
  લાંબી બહેરમાં સરસ રીતે મનની વ્યથા રજૂ કરી છે.

 3. લાંબી બહેરમાં ભાવુકતા ઉજાગર કરતી ગઝલ વાંચતા આ પંક્તિ યાદ આવી ગઈ મને.
  કહીં લાખો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે, દોસ્તો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s