વાપરી શકો

ખોબો ભરી શકો કદી ખિસ્સું ભરી શકો,
આ થી વધુ શું પામશો જો કરગરી શકો.

ઘર ના રહ્યું તો આખરે આ તો કરી શકો,
આકાશને જમીન ઉપર પાથરી શકો.

ડરથી વધારે ડર અહીં આ વાતનો રહ્યો,
પરવાનગી નથી કે જરા થરથરી શકો.

આ વિશ્વ આખું વૃક્ષ બની વર્તશે નહી,
પંખીની જેમ છો તમે ટહુકા કરી શકો.

સામાં કિનારે પ્હોંચવું સ્હેલું ઘણું છે જો,
કુદી પડો ને કોઈના આંસુ તરી શકો.

જો આવવું જ હોય તો સ્વાગત છે આપનું,
ના આવવું જ હોય તો પાછા ફરી શકો.

શ્વાસો સિવાય કંઇજ હવે બાકી ના રહ્યું,
એ પણ તમે જ વાપરો જો વાપરી શકો.

– ભાવિન ગોપાણી

6 thoughts on “વાપરી શકો

 1. ઘર ના રહ્યું તો આખરે આ તો કરી શકો,
  આકાશને જમીન ઉપર પાથરી શકો… બહોત ખૂબ

  એકદમ મજાની અભિવ્યક્તિ… આખી ગઝલ ઉમદા થઈ છે. …

 2. આ વિશ્વ આખું વૃક્ષ બની વર્તશે નહી,
  પંખીની જેમ છો તમે ટહુકા કરી શકો.

  છેલ્લો શે’ર પણ લાજવાબ છે.

  સરસ રચના.

 3. વાહ!
  “ઘર ના રહ્યું તો આખરે આ તો કરી શકો,
  આકાશ ને જમીન પર પાથરી શકો”
  સુંદર વિચાર…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s