પપ્પા

કરડો ચહેરો જોતાં લાગે પથ્થર પપ્પા,
માખણ જેવા સાવ મુલાયમ ભીતર પપ્પા.

દુનિયાના સઘળા તડકાઓ પીઠે ઝીલી,
શીળી છાયા આપે થઈને છત્તર પપ્પા.

નાની મોટી સહુની ઇચ્છા પૂરી કરવા,
ખુદની ખિસ્સાખર્ચી કરતાં સરભર પપ્પા.

મારા ચહેરામાં ચહેરો પોતાનો જોવા,
છાનામાના નીરખી રહેતા પળભર પપ્પા.

ઝરણા માફક ખળખળવું એને ના ફાવે,
વ્હાલપનું એક નિશ્ચલ શાંત સરોવર પપ્પા.

મારા ઘડતરમાં જેનો પરસેવો મ્હેંકે,
મારા માટે મારા સાચા ઈશ્વર પપ્પા.

– કિશોર બારોટ

6 thoughts on “પપ્પા

  1. એક એક શે’રમાં ‘પપ્પા’ની લાક્ષણિકતા ખૂબ સુંદર રીતે વ્યક્ત થઈ છે..

    ખૂબ સરળ ભાષામાં સુંદર ગઝલ…

  2. સરળ અને એકદમ સ્વાભિક પાપાની મોટાઈ વર્ણવી છે. માતૃપ્રેમના કાવ્યો સાહિત્યમાં જોવા મળે છે, પિતા પ્રેમના જૂજ છે.
    સરસ ગઝલ.

  3. मत्ला पर मारी संवेदना ।
    वज्रादपि कठोराणि मृदुनि च कुसुमादपि।
    लोकोत्तराणाम् चेतांसि को हि विज्ञातुमर्हसि? सीताहरण पछी रामनी मानसिकतानुं वर्णन
    गझल गमी ।

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s