તડકે છે

બરફની જાત છે ને એય તડકે છે ,
છતાંયે રોજ ઈચ્છા કેમ ખડકે છે ?

બગીચો થઇ જવા જેવી બને ઘટના ,
અચાનક પાન જો એકાદ અડકે છે .

જરા શી આંખ બદલી નીરખો પથ્થર ,
અરે !ભીતર ઝરણ ત્યાં એક ધડકે છે .

ગમાણે એક ખીલો પ્રશ્ન થઇ ઊભો ,
ધરું પૂળો છતાં કાં ગાય ભડકે છે ?

ગઝલની માંડણી કરવામાં જોખમ છે ,
નથી અર્થો કહ્યામાં : શબ્દ વડકે છે .

– હેમંત ગોહિલ ‘મર્મર’

Advertisements

6 thoughts on “તડકે છે

  1. બગીચો થઇ જવા જેવી બને ઘટના ,
    અચાનક પાન જો એકાદ અડકે છે …. વાહ આવી ઘટના રોજ થાય તો કેવું..!!!

    મસ્ત ગઝલ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s