અરીસો

મેં અરીસાને ધર્યો સામો અરીસો,
એય મુંઝાયો ચહેરો જોઈ ખુદનો !

હું મને માપીશ બસ મારા હિસાબે,
હો મુબારક આપને પોતીકો વાંધો.

ઘરને પણ એ ચાહે છે ક્યાંથી મનાશે ?
જેણે આખા શહેરમાં ચાંપ્યો પલીતો !

એ રીતે પણ વાત થઈ શકશે જ ને યાર,
થાય છે ચાલ્યા વિના પણ આ પ્રવાસો !

કાયમી રહેશે કસક મારી તને દોસ્ત,
ભેટવાનો મારો છે એવો તરીકો !

– જીગર ફરાદીવાલા

Advertisements

7 thoughts on “અરીસો

  1. એ રીતે પણ વાત થઈ શકશે જ ને યાર,
    થાય છે ચાલ્યા વિના પણ આ પ્રવાસો !.. નોખી અભિવ્યક્તિઓની અનોખી ગઝલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s