દ્વાર નથી

ભીતરે બંધ કોઈ દ્વાર નથી ,
છે અલગ વાત, આવકાર નથી .

દૂરતા પણ ફળી છે કેવી મને !
લાગણી જે હતી, લગાર નથી .

જે હતા સ્વપ્નમાં તે દ્વારે ઉભા ,
માનતું મન હજુ ધરાર નથી .

આપ્યું છે કેટલું જો દર્દ મને !
કોણ કહે છે કે તું ઉદાર નથી .

મન મનાવી ને થાઉં તારે શરણ ,
જી હજૂરી છે દોસ્ત ,પ્યાર નથી .

છોડ પીયૂષ નિરાંતે શ્વાસ હવે ,
જિંદગીમાં કશું ઉધાર નથી .

– પીયૂષ પરમાર

Advertisements

3 thoughts on “દ્વાર નથી

  1. ખૂબ સરસ મનનીય ગઝલ. કવિશ્રી પાસે વધુ ઉમદા ગઝલની અમને ભૂખ છે તે વેળા આ ભરીભાાદરી મહેફિલ છોડીને
    જવાની વાત અમને હરગિજ મંજૂર નથી નથી નથી જ.

  2. મન મનાવી ને થાઉં તારે શરણ ,
    જી હજૂરી છે દોસ્ત ,પ્યાર નથી …. મનની સંકૂલ અવસ્થામાંથી નીપજેલી ગઝલ.. !!

    દરેક શે’ર વિચારવા પ્રેરે એવા.. સુંદર ગઝલ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s