મજબૂરી

 

હાથે પ્યાલો અમૃતનો ને તો પણ તરસે મરવાનું !
શીત-લહેર છે ચોતરફે પણ મનમાં સળગ્યા કરવાનું!

લીલાંછમ પર્ણો ફૂટવાનો દૌર શરૂ છે ને અહીંયાં,
કૂંપળ ફૂટે ના ફૂટે ત્યાં પતઝડ પહેલાં ખરવાનું..!

સાવજનો હું થાઉં સહોદર શાસન મારું જંગલમાં,
લો બોલો, ફરમાન થયું છે, સસલાંથી પણ ડરવાનું!

પાણી પાણી ચારેબાજુ, પણ પાની પણ ના ડૂબે,
કોરાં કટ્ટ રહેવાનું મારે ડૂબવાનું ના તરવાનું!

‘આનંદ’ મ્હોર્યો ખેતર ખેતર, મબલખ મબલખ હર ક્યારે,
ને મારે ખેતરથી જાણે સૂંઢિયું સુંડલે ભરવાનું.. !!

– અશોક જાની ‘આનંદ’

Advertisements

5 thoughts on “મજબૂરી

 1. વાહ નખશિખ મજાની ગઝલ

  સાવજનો હું થાઉં સહોદર શાસન મારુ જંગલમાં,
  લો બોલો ફરમાન થયું છે, સસલાંથી પણ ડરવાનું.

  પાણી પાણી ચારેબાજુ, પણ પાની પણ ના ડૂબે,
  કોરાં કટ્ટ રહેવાનુ મારે ડૂબવાનું ના તરવાનું.

  ક્યા બાત

 2. વ્યક્તિને ગમે તે પરિસ્થિતિમાં મુકે પણ પોતે કેટલું અનુભવી શકે તે તેના પોતાના પર નિર્ભર છે.
  સરસ રચના.
  સરયૂ

 3. સાવજનો હું થાઉં સહોદર શાસન મારું જંગલમાં,
  લો બોલો ફરમાન થયું છે, સસલાથી પણ ડરવાનું.

  સરસ રચના.

 4. મજબૂતીનું સુંદર આલેખન થયું છે અથવા કવિશ્રીએ શબ્દ પાસે કસબથી ધાર્યું કામ કઢાવ્યું છે. મારા દિલી અભિનંદન

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s