તો લખું

ભીતરે વાંઝણુ રણ મળે તો લખું,
ને હરણ ઝાંઝવા ને છળે તો લખું.

એમનું એ સ્મરણ શ્વાસ માં ઓગળે,
આ હ્રદય કોઈ દિ’ ખળભળે તો લખું.

આજ મારી ગઝલ સાંભળી ને પછી,
દાદમાં કોઈ પાંપણ ઢળે તો લખું.

આપણે અર્થને પામવા ક્યાં હતાં ?
રક્તમાં શ્બ્દ તારા ભળે તો લખું.

જિંદગી ઝેર જેવી બની ગઈ હવે,
વેદના સર્પ થઈ સળવળે તો લખું.

ઈશ્ક’તું બેફિકર બોલજે આ ગઝલ,
આ બધા આજથી ટળવળે તો લખું.

– ‘ઈશ્ક’પાલનપુરી

8 thoughts on “તો લખું

  1. ઝૂલણામાં ઝ્લતી મજાની ગઝલ.. !!

    આ વિશેષ ગમ્યું
    આજ મારી ગઝલ સાંભળી ને પછી,
    દાદમાં કોઈ પાંપણ ઢળે તો લખું.

  2. જૂની રદીફ અને જૂના કાફિયામાં રચાયેલી અભિવ્યક્તિસભર ગઝલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s