તારી વાતો મારી વાતો

સામે મળતાં, આંખો કરતી, તારી વાતો મારી વાતો,
મનમાં મનમાં કંઈ ગોઠવતી, તારી વાતો મારી વાતો.

અડધી-અધૂરી, ઝાંખી-પાંખી, રુદય સોંસરી ઉતરી જાતી,
સપના દેતી, આશા ભરતી, તારી વાતો મારી વાતો.

ભાવ ભર્યો છે ભીનો એમાં, મ્હેક ભરી મસ્તાની જેમાં,
ખાટી-મીઠી સૌને ગમતી તારી વાતો મારી વાતો.

તુટતી તો બંધાતી પાછી, સ્નેહ તણે દોરે ગૂંથાતી,
રોજ નવા એ રંગો સજતી, તારી વાતો મારી વાતો.

પ્રેમ તણી કંઈ વાણી બોલે, નફરતના ‘જય’ બંધન ખોલે,
જગ-ઈર્ષ્યાનું કારણ બનતી, તારી વાતો મારી વાતો.

– જયવદન વશી

Advertisements

5 thoughts on “તારી વાતો મારી વાતો

  1. તારી વાતો, મારી વાતો લાગે છે મજાની વાતો .. વાહ વશી સાહેબ.. !!

    સરસ ગઝલ.. !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s