સાકર-પતાસા

રહે ના જરીકે મનની હતાશા,
અગર આપશો કૈંક સાચા દિલાસા.

પળેપળ અમે કાન માંડ્યા નજર પર,
પછી આંખની સાંભળી મૌન ભાષા !

ત્વચા પર રુંવાડા થથરતા ઊભા છે,
કડી સ્પર્શના આપજોને દિલાસા !

રમત બાળપણની હતી શંખ-છિપલે,
હવે કેમ માંડેલ શતરંજ પાસા ?

કરો ‘દાન’ સ્વીકાર વાયક હ્રદયના,
હરખથી જ વ્હેચીશું સાકર-પતાસા.

– દાન વાઘેલા

Advertisements

6 thoughts on “સાકર-પતાસા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s