અવતાર થઈ જાય !

નિરાકારથી કોઈ આકાર થઈ જાય,
તો, પથ્થર સરેઆમ અવતાર થઈ જાય !

સતત દોડવું એટલે ‘હાંફવાનું’ ?
પછી તો, તણખલાંનો પણ ભાર થઈ જાય !

બને બંધ, જો આંસુનાં પૂર પર, તો–
પ્રતીક્ષાની વેળાનો વિસ્તાર થઈ જાય !

ઉઝરડાય ઉજવી લઈએ હૃદયથી,
ભલે, લોહીભીનો એ શણગાર થઈ જાય !

મળે શબ્દને જો ઘરોબો હૃદયનો,
ગઝલ નામે કેવો ચમત્કાર થઈ જાય!

– સુનીલ શાહ

Advertisements

5 thoughts on “અવતાર થઈ જાય !

 1. ઉઝરડાય ઉજવી લઈએ હૃદયથી,
  ભલે, લોહીભીનો એ શણગાર થઈ જાય !

  આખીયે ગઝલ સરસ.

 2. સતત દોડવું એટલે ‘હાંફવાનું’ ?
  પછી તો, તણખલાંનો પણ ભાર થઈ જાય !.. વાહ.. !!

  દરેક શે’ર નોખી અભિવ્યક્તિથી ભરપૂર.. સુંદર ગઝલ..

 3. કાફિયામાં-રદીફના સંયોજનથી સૌંદર્ય ને વરેલી એક દમામદાર ગઝલ. મારા દિલી અભિનંદન.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s