હવે

અંધશ્રધ્ધાનું આ શ્રીફળ ફોડવું પડશે હવે
એક મંદિર આસ્થાનું ખોલવું પડશે હવે

ભાગ કરવા અહીં બધા આતુર છે, ત્યાં આપણે ,
સોય દોરો લઈને પાછું જોડવું પડશે હવે.

દુશ્મનીનું ઘાસ ફૂસ અહીં ચોતરફ છે જોઈ લ્યો,
લઈ સમજદારી એ કચરું ગોડવું પડશે હવે.

નાના વર્તુળ બહુ બધાં છે દેશમાં એ ભૂંસીને,
એક મોટું માત્ર વર્તુળ દોરવું પડશે હવે.

જોઈએ જો મોલ ‘આનંદ’ના તો મિત્રો સાભળો,
કૈંક ખુશહાલી સમું અહીં ઓરવું પડશે હવે.

– અશોક જાની ‘આનંદ’

4 thoughts on “હવે

  1. સાંપ્રત સમયને અનુલક્ષીને કહેવાયેલી એક જાનદાર ગઝલ.ગાંધીજીએ ભારતના લોકોને “કાયર” કેમ કહ્યા હતા તે ધીમે ધીમે
    લેંઘામાં ઊતરતું જાય છે.ખૂબ જ સ્વસ્થતાપૂર્વક કવિશ્રીએ “આસ્થા”ને ફરીથી સ્થાપિત કરવા કહ્યું છે તેમજ માણસ માણસના મનને જોડવાનું કામ તત્કાળ હાથ ધરવા કહ્યું છે.બાકી હાલમાં કવિશ્રી રતિલાલ ‘અનિલ’ કહી ગયા હતા તેના કરતા ઘડિયાળના
    કાંટા અવળા ચાલે છે.

    નથી એક માનવી પાસે હજી માનવ બીજો પહોંચ્યો,
    ‘અનિલ’ મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો!
    સ્વ.રતિલાલ ‘અનિલ’

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s