વગોવાણાં

વળ્યુંના કંઇ, અને અમથા વગોવાણાં,
નમાલા સાદથી પડઘા વગોવાણાં.

અજાણ્યા જેમ વર્ત્યા પગ પરસ્પર, ને,
બિચારા છેવટે રસ્તા વગોવાણાં !

હતું નક્કી પ્રથમથી તે થયું અંતે,
ઘડેલા વ્યુહ ફોગટમાં વગોવાણાં.

શરૂ તો થઈ’તી યાત્રા હોંશે હોંશે પણ,
જતાં તો નહીં, પરત ફરતા વગોવાણાં.

ન લીધી નોંધ ઈતિહાસે ન લોકોએ,
ઘણા એવાય અધકચરા વગોવાણાં.

પડેલી તડ કદી સંધાઈ નહીં કેમેય,
ઉપરથી, જિંદગીભર ઘા વગોવાણાં!

હવા, લઈને ફરી ખૂણે-ખૂણામાં લૂ,
ને તડકા તાપથી બમણાં વગોવાણાં.

– ડોં. મહેશ રાવલ

Advertisements

7 thoughts on “વગોવાણાં

 1. અજાણ્યા જેમ વર્ત્યા પગ પરસ્પર, ને,
  બિચારા છેવટે રસ્તા વગોવાણાં !.. …..ખૂબ ઉમદા અભિવ્યક્તિ..

  સાંગોપાંગ સુંદર ગઝલ… !!

 2. સતત સુંદર ગઝલથી ઉપકારવશ બનાવતા એક ઉમદા કવિશ્રી.

 3. Welcome back to “aasvad”, Maheshbhai.
  Very nice gazal in new radeef.
  તડકા તાપથી બમણાં વગોવાણાં. …..You always come with something new and truth….
  Abhinandan….. maheshbhai…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s