સંભવ હશે

સનસનાટી વહી જતી ગપસપ હશે,
એક અફવા મૂળમાં ટીખળ હશે.

સાદગી એવી વિમાસણમાં રહી,
જિંદગીથી શું વધુ વૈભવ હશે !

મુગ્ધતા નિર્દોષ ચ્હેરા પર ધરી,
પાંચીકા ને લંગડી શૈશવ હશે.

આંખનું મળવું સતત ટાળ્યા કરે,
બે જણા વચ્ચે કશું સંભવ હશે.

રેતમાં તપતો રહ્યો ને ‘કીર્તિ’ થઇ,
અંતમાં એ ય પણ મૃગજળ હશે.

. કીર્તિકાન્ત પુરોહિત

Advertisements

4 thoughts on “સંભવ હશે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s