ચાડિયાના દેશમાં

પૂંછ દાબી ચાલતો એ… ડાઘિયાના દેશમાં.
અજ બની જીવી રહ્યો છે ધારિયાના દેશમાં.

એ હતો સૂરજ છતાં પણ રાતની સોબત થકી,
અસ્ત થઇને જઈ પડ્યો છે આગિયાના દેશમાં.

પાક કે નાપાક વચ્ચે સાવ ઝીણો ભેદ છે –
એક હિટલર પણ હતો ને સાથિયાના દેશમાં !

રોઝડા જાણી ગયાં છે કાંઈ થાવાનું નથી,
મોજથી સૌ પાક ચરતાં ચાડિયાના દેશમાં.

જેમ ફાવે તેમ લખતાં મસ્તકે એના અહીં,
એ બની હાથો રહે છે પાટિયાના દેશમાં !

છે અલગ ચીલો જ મારો આ જગતની ચાલથી,
શબ્દને હું તો જણું છું વાંઝિયાના દેશમાં !

બંસરીના સૂર સાથે રાગ ધીમો બાજતો,
હા, ‘જિનેશ’ ગાઈ રહ્યો છે મરસિયાના દેશમાં.

– કુમાર જિનેશ શાહ

Advertisements

4 thoughts on “ચાડિયાના દેશમાં

 1. વાહ, ખૂબ સરસ વ્યંગ…

  છે અલગ ચીલો જ મારો અા જગતની ચાલથી,
  શબ્દને હું તો જણું છું વાંઝિયાના દેશમાં. ।

 2. રોઝડા જાણી ગયાં છે કાંઈ થાવાનું નથી,
  મોજથી સૌ પાક ચરતાં ચાડિયાના દેશમાં.
  વાહ !

 3. કટાક્ષથી ભરેલા દરેક શે’ર ઊંડી અસર ઊભી કરે છે… વાહ …..!!

  છે અલગ ચીલો જ મારો અા જગતની ચાલથી,
  શબ્દને હું તો જણું છું વાંઝિયાના દેશમાં. ।………. મસ્ત ગઝલ… !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s