કરતાલ રહે છે

ભીતર જો સતત વાગતી કરતાલ રહે છે,
નરસિંહ સમા મૌજ અને હાલ રહે છે.

તેથી જ તો શબ્દોની થતી જીત યુગોથી,
કે સાથ અરથ રૂપી સદા ઢાલ રહે છે.

ભૂખો જ સળગવાની ગરીબાઈના ચૂલે,
બે-એક દિવસ જો હજી હડતાલ રહે છે !

ચાલીશ હું તો ચાલ જે મરજી હશે મારી,
હંમેશ ભલે તારી નવી ચાલ રહે છે.

રસપ્રદ છે જીવન જીવવું તેથી જ તો ‘જીગર’,
કાયમ ક્યાં કોઈ પણ અહીં બદહાલ રહે છે !

– જીગર ફરાદીવાલા

Advertisements

4 thoughts on “કરતાલ રહે છે

 1. ભૂખો જ સળગવાની ગરીબાઈના ચૂલે,
  બે-એક દિવસ જો હજી હડતાલ રહે છે !…..વાહ..

  મજાનો મત્લા અને ઉપરોક્ત શે’ર વધારે સ્પર્શી ગયા..

  આખી ગઝલ ગમી

 2. ભૂખો જ સળગવાની ગરીબાઇના ચૂલે,
  બે-એક દિવસ જો હજી હડતાલ રહે છે. !

  ખરું કહ્યું. ખૂબ સરસ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s