સૂની શેરી

આખ્ખુંયે મન સૂની શેરી,
એકાંતે મન મનનું વેરી.

નાનો અમથો કૂબો મારો,
એમાં ‘હું’ની હેરાફેરી.

સાધો, જો છે મન વૃંદાવન,
શાને તો આ ગણગણ ઝેરી ?

સાધો, ‘સા’ને સાધું ક્યાંથી !
કોલાહલને દરિયે ફેરી.

કાગાડોળે ઝંખે ઝળહળ,
એકાકી આ ખંડિત દેરી.

સુમિરન કરવા બેઠાં મનજી,
ના વહેતી મન ગંગા લહેરી.

– જ્વલંત વ્હોરા

5 thoughts on “સૂની શેરી

 1. કાગાડોળે ઝંખે ઝળહળ,
  એકાકી આ ખંડિત દેરી.

  મારે માટે નવું નામ, પણ ગઝલ સારી છે.

 2. નાનો અમથો કૂબો મારો,
  એમાં ‘હું’ની હેરાફેરી…. દરેક નાના મનના માણસોમાં મોટા ‘હું’ની જબરદસ્ત હેરાફેરી હોય જ છે..

  આખી ગઝલ.ખૂબ સુંદર .. !!

 3. વાહ જી વાહ,
  મનની કથા , મઝાની કથા…

  કાગાડોળે ઝંખે ઝળઝળ,
  એકાકી આ ખંડિત દેરી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s