ઝાંઝવાં

કયાં નદીના નીર પણ છે પાંસરા ?
કઇ અમૂંઝણમાં રઝળતા ઝાંઝવાં ?

કાં અમૂંઝણ પણ મનોમંથન બડબડે ?
દુ:ખસભર છે શબ્દસૂનાં ડૂસકાં.

ડૂસકાં તરબોળ દુનિયા ડૂબતી,
પિંડ છોભીલા ; સવાયાં હવાતિયાં.

હવાતિયાં ક્યારે ત્યજીશું દોસ્તો
છે હયાતીના હવામાં બાચકાં .

હયાતી પરછાંઈરૂપે તબકે કિશોર,
આકૃતિ સોહે લીલપતાં દિલડાં .

– ડૉ. કિશોર મોદી

Advertisements

6 thoughts on “ઝાંઝવાં

 1. શબ્દોની સાંકળ રચતી કિશોરભાઈની વધુ એક માતબર રચના.

 2. આગલા શે’રના સાનીને પછીના શે’રના ઉલા સાથે શબ્દ વડે સાંકળતી સશક્ત ગઝલ.. !!

  દરેક શે’ર ઊંડો વિચાર અને મનન માંગી લે એવા..

  ખૂબ સુંદર રચના…

 3. ખૂબજ સુંદર સાંકળેલી ગઝલ.
  “હવાતિયાં ક્યારે ત્યજીશું દોસ્તો
  છે હયાતીના હવામાં બાચકાં .”
  અતિ સુંદર!

 4. હયાતી પરછાંઈરૂપે તબકે….Laajawab….kishorbhai…

  I always find something special in your art…..

  abhinandan… kishorbhai…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s