દ્વાર પાછળ

એક દિવો ટળવળે છે દ્વાર પાછળ,
વેદનાઓ ઝળહળે છે દ્વાર પાછળ.

કોઇ પણ સમયે જઈ મારો ટકોરા,
આંખ બે ખુલ્લી મળે છે દ્વાર પાછળ.

હું નથી ગૌતમ કે છોડી દઉ ઘડીમાં,
લાગણી ટોળે વળે છે દ્વાર પાછળ.

ગુપ્ત પંચમ વેદ સુખનો સૌ ભણે છે,
ફૂલ ક્યારી ઓગળે છે દ્વાર પાછળ.

ત્યાં સુધી તો માત્ર એ કાળાશ ઓઢે,
સૂર્ય તો સંપુર્ણ ઢળે છે દ્વાર પાછળ.

– નરેશ સોલંકી

7 thoughts on “દ્વાર પાછળ

  1. jugalkishor

    સરસ રચના. બીજાંને જે સહજ જ ન દેખાય તે પ્રચ્છન્ન રહેતાં રહસ્યો સર્જકને દેખાય. કેટકેટલું આમ દ્વાર પાછળ રહી જતું હશે, ને કેટકેટલી પ્રથાઓ એ જ કારણોસર સમાજમાં પ્રસ્થાપીત થઈ જતી હશે…….ધન્યવાદ અને શુભેચ્છાઓ સાથે –

    Reply

Leave a reply to jugalkishor Cancel reply