વાત શું માંડવી ?

ઊડતાં ખગ વિશે વાત શું માંડવી ?
ધૂંધળા નભ વિશે વાત શું માંડવી ?

દર્દ સહેવું પડે સાવ મૂંગા રહી,
દુ:ખતી રાગ વિશે વાત શું માંડવી ?

માર્ગ મળતો નથી ચાલવું કઈ તરફ,
ધ્રૂજતા પગ વિશે વાત શું માંડવી ?

છે, હશે કે નથીની બધી શક્યતા,
કોઈ લગભગ વિશે વાત શું માંડવી ?

પહોચવાનું હજી કેટલું દુર છે ?
બુઝતી શગ વિશે વાત શું માંડવી ?

વારિજ લુહાર

Advertisements

6 thoughts on “વાત શું માંડવી ?

 1. છે, હશે કે નથીની બધી શક્યતા,
  કોઈ લગભગ વિશે વાત શું માંડવી ?

  સરસ ગઝલ

 2. છે, હશે કે નથીની બધી શક્યતા,
  કોઈ લગભગ વિશે વાત શું માંડવી ?

  સરસ, વારીજ્ભાઈ.

 3. માર્ગ મળતો નથી ચાલવું કઈ તરફ,
  ધ્રૂજતા પગ વિશે વાત શું માંડવી ?… વાહ.. ખૂબ મજાનો શે’ર…. !!

  આખી ગઝલ ગમી.. 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s