હળવાશથી…!

આજની આ પળને આજે ખાળજે હળવાશથી…!
કાં, ગયેલી પળને પાછી વાળજે હળવાશથી…!

કેટલું ક્યાં બોલવું, એનો કરી અંદાજ..ને –
મૌનની શરતો બધીયે પાળજે હળવાશથી…!

જો પુરાવો કે ખુલાસો હોય ના સંગીન, તો –
સાવ સાચી વાતને પણ, ટાળજે હળવાશથી…!

હા, પછી મળશે બધાયે પ્રશ્નના ઉત્તર તને ,
તર્ક સાથે તથ્યને પણ, ગાળજે હળવાશથી…!

આંખ, મન કે કંઠમાં, કોરી તરસ જો તરફડે,
તો, ગઝલના લયમાં એને ઢાળજે હળવાશથી…!
લક્ષ્મી ડોબરિયા

Advertisements

5 thoughts on “હળવાશથી…!

 1. વાહ પ્રવીણભાઇ,
  લક્ષ્મીબેનની દમદાર ગઝલ પોસ્ટ કરી.
  બહુજ સરસ બની છે ગઝલ.
  -આપનો આભાર અને લક્ષ્મીબેનને અભિનંદન
  બન્ને, ગઝલપૂર્વક !

 2. હા, પછી મળશે બધાયે પ્રશ્નના ઉત્તર તને ,
  તર્ક સાથે તથ્યને પણ, ગાળજે હળવાશથી…! આ સમન્વય જ ખૂબ જરૂરી છે

  એકદમ ઉમદા ગઝલ…. !!

 3. હા, પછી મળશે બધાયે પ્રશ્રના ઉત્તર તને,
  તર્ક સાથે તથ્યને પણ, ગાળજે હળવાશથી…!

  અાખી ગઝલ ખૂબ સરસ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s