વંચાય ના..!!

‘આવું’ કહી આવી ગયો ને ‘જા’ કહું પણ જાય ના,
આ પ્રેમનો છે રોગ ભઇલા થાય પણ પરખાય ના.

વાટી-ઘૂંટી હોઠે અડાડી જ્યાં સ્મરણની ઔષધિ,
વધતી રહી વધતી રહી પણ પીડ ઓછી થાય ના.

મંદિર ગઈ, મસ્જિદ ગઈ, કંઇ કેટલી બાધા કરી,
તો યે હજી હાલતમાં મારી જો ફરક દેખાય ના.

ના ઊંઘ આવે, ચેન આવે, કયાંય મન લાગે નહીં,
કેવી હ્રદયની વેદના આ કોઇને કહેવાય ના.

હાલત તે મારી જાણવાની કયાં કદી કોશિશ કરી,
કોણે કહ્યું અંતરની વાતો આંખથી વંચાય ના..!!

આ આપ-લે ‘રીનલ’ હ્રદયની એક તરફી થાય ના,
કરજે બયાઁ શબ્દો થકી જો મૌનથી સમજાય ના.

– રીનલ પટેલ

23 thoughts on “વંચાય ના..!!

  1. આવું’ કહી આવી ગયો ને ‘જા’ કહું પણ જાય ના,
    આ પ્રેમનો છે રોગ ભઇલા થાય પણ પરખાય ના.

    સુંદર મત્લા સાથેની સુંદર ગઝલ..

  2. મુગ્ધ પ્રેમની મજાની ગઝલ… !!

    દરેક શે’ર પ્રેમની અનુભૂતિથી નીતરતા… વાહ.. સુંદર ગઝલ.. !!

  3. પ્રેમની મનગમતી પીડાનું સુંદર ચિત્રણ.
    સુંદર ક્રુતિ બદલ અભિનંદન.

  4. વાટી-ઘૂંટી હોઠે અડાડી જયાં સ્મરણની ઔષધિ,
    વધતી રહી વધતી રહી પણ પીડ ઓછી થાય ના.

    ખૂબ સરસ મત્લાથી મક્તા સુધીની ગઝલ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s