ભીનાં કરી

એક રીતે એમણે મારી ઘણી ચિંતા કરી,
ભૂંસી નાંખ્યો એકડો આઞળ ઘણાં મીંડા કરી.

કાલ સુધીમાં નવાં ફણઞા ફૂટી પણ નીકળે,
મેં વિચારો રાતના મૂકી દીધા ભીનાં કરી.

ફૂલ આપીને તરત ભૂલી જવાનું હોય છે,
આપણે હાથે કરીને પ્રેમની પીડા કરી.

પ્રેમનાં એ એકડાને ઘૂંટવાની ટેવ ઠીક,
શું મળે છે સ્લેટમાં ઉંધા-ચત્તા લીટા કરી.

તું નશીલી આંખની બોટલ બરાબર બંધ કર,
ફાયદો શું સાવ સીધા લોકને પીતા કરી.

– રાકેશ સગર ‘સાગર’

7 thoughts on “ભીનાં કરી

  1. નોખી અભિવ્યક્તિઓની ગઝલ… !!

    આશાસ્પદ ગઝલકારની ઝલક દેખાય છે આ રચનામાં..🙂

    • વાહ. . . સુંદર રચના.
      લોકો શું કહેશે તેની તું ચિંતા છોડી દે,
      તારેય શું કામ છે લોકોની ટીકા કરી ?
      – હર્ષદકુમાર વ્યાસ ‘હર્ષ’

  2. ફાયદો શું સાવ સીધા લોકને પીતા કરી. ….wah….sagar…

  3. ખુબ સુંદર ગઝલ.
    રાકેશ ભાઇ , અભિનંદન

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s