આપી શક્યો નથી

મારો પરિચય એટલે આપી શક્યો નથી,
સાચું કહું છું ખુદને હું જાણી શક્યો નથી.

એ હદ સુધી મારા વિષે મેં એને કહી દીધું,
કે મારી દુ:ખતી રગને સંતાડી શક્યો નથી !

સપનાં ફકત સપનાં રહ્યાં કાયમનાં, ઓ ખુદા,
સપના સમું જીવન આ શણગારી શક્યો નથી.

જેઓ કરે મારાથી પણ મારો વધુ ખયાલ,
તેઓની હું દરકાર પણ રાખી શક્યો નથી.

ઘડિયાળ, કાંટા પર તને કાં આટલો અહમ?
એ તારો ઘેરાવો તો વિસ્તારી શક્યો નથી !

મનગમતીલા રસ્તા બનાવ્યા છે મેં તે છતાં,
અફસોસ, કે ત્યાં હું ‘પથિક’ ચાલી શક્યો નથી !

– જૈમિન ઠક્કર ‘પથિક’

Advertisements

10 thoughts on “આપી શક્યો નથી

 1. વાહ જૈમિનભાઈ
  સુંદર ગઝલ

  એ હદ સુધી મારા વિષે મેં એને કહી દીધું,
  કે મારી દુ:ખતી રગને સંતાડી શક્યો નથી !
  વાહ !

 2. મક્તા સારો છે. ઘડિયાળ વાળો શેર વિચાર માંગે છે.

 3. ઘડિયાળ, કાંટા પર તને કાં આટલો અહમ?
  એ તારો ઘેરાવો તો વિસ્તારી શક્યો નથી !

  Waahhhhh

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s