ગમે છે

ગમે છે જીવનની હરેક પળ ગમે છે,
મને ફૂલ ગમે છે ને ઝાકળ ગમે છે.

એ ચમકાવતાં ને ગરજતાં વરસતાં
મને ઘોર કાળા, એ વાદળ ગમે છે.

ખુલા આસમાને ભરું છું ઉડાનો,
છતાં થોડા સંયમની સાંકળ ગમે છે.

ગમે છે દીવાળીના ટમટમતા દીવા,
ચકાચૌંધ આંખો ને ઝળહળ ગમે છે.

ગમે બાળ ચહેરા પર સુરખી ગુલાબી,
અને વૃદ્ધ ચહેરે પડ્યાં સળ ગમે છે.

કેલેન્ડરના પાનાની નિશ્ચિતતા પણ,
અનિશ્ચિત એ મોસમની અટકળ ગમે છે.

જે મિત્રો સહિત કરવો ‘આનંદ’ કાયમ,
કદી એમના એ કપટ-છળ ગમે છે.

– અશોક જાની ‘આનંદ’

Advertisements

6 thoughts on “ગમે છે

 1. ગમે છે દીવાળીના ટમટમતા દીવા,
  ચકાચૌંધ આંખો ને ઝળહળ ગમે છે.

  બાળ વિસ્મયને કાયમ રાખતા સુંદર શેર. મક્તા સરસ.

 2. ગમતાનો કરો ગુલાલ એ હિસાબે મને પણ આ બાલગીત સમી ગઝલ ગમી.
  ગમે બાળ ચહેરા પર સુરખી ગુલાબી
  અને વૃદ્ધ ચહેરે પડ્યા સળ ગમે છે .

 3. વાહ, દરેક પરિસ્થિતિમાં અાનંદ માણવો એજ તો સ્થિતપ્રજ્ઞતા છે.

  કૅલેન્ડરના પાનાની નિશ્ચિતતા પણ,
  અનિશ્ચિત એ મોસમની અટકળ ગમે છે.

  ખૂબ સરસ કહ્ચું.

 4. ચકાચૌંધ આંખો ને ઝળહળ ….wah ashokbhai….sundar gazal….lajawab and kabiledad…

  khub abhinandan…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s