કામગરા

કાફલા વાદળીના કામગરા,
ચાડિયા પીંછ સાથ વાતગરા.

કલરવે રુમઝુમતી ચૂમી સ્પર્શતા,
લાલિમાથી લજ્જાળુ રાજગરા.

અાંખ ગુલાબી નવોન્મેષે ઊભી,
ઇંગિતો રંગીલાં દમામગરાં.

વારતા શીતલ પ્રહોરે રાતની,
ઝાલરો ઝૂમી જાણે નાયગરા.

મુજ પનો પરછાંઈથી ટૂંકો કિશોર,
*જ્ઞાની છે બેમિસાલ *નાદગરા.

અંતલગ ડરવું નથી કદાપિ કિશોર,
વાણી,વર્તન ને મન છે સાચગરાં.

*જ્ઞાની=કવિ, *નાદ=શબ્દ.

– ડો. કિશોર મોદી

7 thoughts on “કામગરા

  1. અદભૂત ગઝલ અને અલૌકિક કાફિયા-રદીફો. કાબિલેદાદ પ્રયોજના.વાહ….

  2. બે મક્તા સાથે ની સુંદર ગઝલ.

    મુજ પનો પરછાંઇથી ટૂંકો કિશોર,
    *જ્ઞાની છે બેમિસાલ* નાદગરા.

    બેમિસાલ મક્તા. અાખી રચના બેમિસાલ છે.

  3. નાવિન્યસભર કાફિયાના વિનિયોગથી સર્જાયેલી અર્થપૂર્ણ ગઝલ,

    શબ્દને સથવારે સર્જાયેલું શિલ્પ…

  4. આભાર….સૌ કવિમિત્રોની શુભેચ્છાઓને સથવારે સર્જાયેલી કૈંક પ્રયોગશીલ ગઝલ .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s