રસ્તો હોય છે

સુખ અને દુ:ખ બેઉનો આકાર સરખો હોય છે,
માપવા જાઓ તો એનો વ્યાપ જુદો હોય છે.

ક્યાં જવું છે એટલું નક્કી કરી લો ને પછી,
લક્ષ્ય લગ પહોંચી જવા રસ્તો જ રસ્તો હોય છે.

હોઠ ના કંઇ કહી શકે ત્યારે અગર સમજી શકો,
નેણની એ વાતમાં સંભળાય પડઘો હોય છે.

લોકના મન વાંચવાની વ્યર્થ કોશિશ ના કરો,
મન ઉપર પહેર્યો જ્યાં મુશ્કેટાટ બુરખો હોય છે.

પ્રેમથી જ્યારે મળો તો એય પણ છલકાય છે,
સાવ ઉભડક જો મળો ‘આનંદ’ અડધો હોય છે.

– અશોક જાની ‘આનંદ’

5 thoughts on “રસ્તો હોય છે

  1. સાવ ઉભડક જો મળો ‘આનંદ’ અડધો હોય છે….you said true….nice gazal….

  2. લોકોના મન વાંચવાની વ્યર્થ કોશિશ ના કરો,
    મન ઉપર પહેર્યો જયાં મુશ્કેટાટ બુરખો હોય છે.
    વાહ માનવ મનની સરસ વાત કહી. સશક્ત ગઝલ.

  3. વાહ નખશિખ ગઝલના તમામ શેર મજાના

    ક્યાં જવું છે એટલું નક્કી કરી લો ને પછી,
    લક્ષ્ય લગ પહોંચી જવા રસ્તો જ રસ્તો હોય છે.

    ક્યા બાત !!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s