ખાલીખમ.

પાંપણે વનરાજી પલકે લીલીછમ,
પ્યાલી ઈંગિત પી જવાનાં મીઠીમધ.

મૃગજળોને પોતીકી મંઝિલ ગણી,
કેડી સામે ઊમટી સૂની,સુક્કીભઠ.

નેતિ નેતિની ગતિ મન ભાવી નહિ,
જીવતરની ઝોળી રહી ગઈ ખાલીખમ.

વાત બિન્દાસી ભીતર આલેખતાં,
સાચની વેણુ બજી રહી સૂનસાન.

ભૂત* જેમજ જીવતર ભરમાતું જાય,
વાંસની ઊંચાઈ તો છે મોટીમસ.

એકદમ વિટંબણા દે છે તનાવ,
ચાંદની શી ઊર્મિ થાતી ફિક્કીફચ.

પ્રેમપૂર્વક નિત ગઝલ કહેતો કિશોર
ના થવાયું તો ય હોશિયારદમ.

– ડો. કિશોર મોદી

* બાબરો ભૂત ને સિદ્ધરાજ જયસિંહની મીથ કથા

7 thoughts on “ખાલીખમ.

  1. વાહ ડોક્ટર સાહેબ સરસ હમ-રદીફ હમ-કાફિયા. આમાં તમારી ઓથોરીટી છે.

    ભૂત* જેમજ જીવતર ભરમાતું જાય,
    વાંસની ઊંચાઈ તો છે મોટીમસ.

  2. નેતિ નેતિની ગતિ મન ભાવી નહિ,
    જીવતરની ઝોળી રહી ગઈ ખાલીખમ…. વાહ…

    વિશિષ્ટ કાફિયાનો પ્રયોગ આ ગૈર-મુદર્રફ ગઝલને નવી ઊંચાઈએ લઈ જાય છે…

  3. ભૂત* જેમજ જીવતર ભરમાતું જાય,
    વાંસની ઊંચાઈ તો છે મોટીમસ.

    અનોખી રચના.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s