જાણ હતી

જન્મથી સહેજ ઓળખાણ હતી;
જિંદગી ક્યાંક તો છે, જાણ હતી.

શ્વાસ ટૂંકા ને આહ છે લાંબી;
માત્ર ખૂશીની ક્ષણને તાણ હતી.

કંકુથાપા કરી એ ઘર છોડે;
ભીંત, આ વાતથી અજાણ હતી.

અંધ હોવું સદી ગયું અમને;
આંખ સપનાની બંધ ખાણ હતી.

મૃત્યુ, તારો ઇલાજ સાચો છે;
એ દવા અંતે રામબાણ હતી.

– ‎યોગેન્દુ જોષી ‘યોગ’

Advertisements

7 thoughts on “જાણ હતી

  1. અંધ હોવું સદી ગયું અમને;
    આંખ સપનાની બંધ ખાણ હતી… આ જ સકારાત્મકતા જીવનના દરેક સ્વપ્નને પૂરા કરી શકે છે..

    ખૂબ સશક્ત ગઝલ… !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s