તારણહારથી

દિલ મહીં તારા સ્મરણના ભારથી,
જીવતો લાગુ ફકત હું બ્હારથી.

આ દિલાસાની જરૂર પડતી નથી,
હું ગઝલ લખતો થયો છું ત્યારથી.

ઓ ખુદા, દુ:ખ દે તો પારાવાર દે,
કૈં ફરક પડતો નથી બે -ચારથી.

લાલ જોડામાં સજેલી જોઈને,
હું વળ્યો પાછો સનમના દ્વારથી.

હોઠ આ ‘સાહેબ’ના માલકી ઊઠ્યા,
ભૂલ થઈ લાગે છે તારણહારથી.

– ટેરેન્સ જાની ‘સાહેબ’

Advertisements

5 thoughts on “તારણહારથી

  1. આ દિલાસાની જરૂર પડતી નથી,
    હું ગઝલ લખતો થયો છું ત્યારથી…. વાહ.. ગઝલની કેટલું મોટું મહાત્મ્ય .. !!

    અકાળે આથમી ગયેલી કલમની નોંધપાત્ર ગઝલ.. !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s