તખ્તા ઉપર !

દર વખત તદ્દન નવો દેખાઉં છું ; તખ્તા ઉપર !
ખાતરી છે હું મને નહિ ઓળખું ; તખ્તા ઉપર !

જેમ બાળક રંગ ચિત્રોમાં ભરે કઈ એવું છે,
પાત્રને સંવેદના સહ દોરવું ; તખ્તા ઉપર !

રોજ દિગ્દર્શક કને અભિનય શીખી લીધા પછી,
હું કરું નક્કી શું મારે ખોલવું ; તખ્તા ઉપર !

બ્લેક આઉટ જેને જોયું કહે છે એ  અઘરું હશે,
ઘોર અંધારાંમાં સીધું દોડવું ;  તખ્તા ઉપર !

શીખવાડે મંચ વર્ષોથી ‘મધુર’ને એટલું,
નિજ વિચારોથી જ નોખું બોલવું ; તખ્તા ઉપર.

– બ્રિજેશ પંચાલ ‘મધુર’

Advertisements

5 thoughts on “તખ્તા ઉપર !

 1. ઝમાકેદાર મક્તાના શે’ર સાથે સુંદર ગઝલ જીવનના દરેક પાસા પર કવિએ ચોટદાર કટાક્ષ કરીને અખાની યાદ અપાવી છે

 2. સાવ સાચી વાત કહી ભાઈ,
  રોજ રોજ અાપણે મોહરું
  પ્હેરીને જ જીવીએ છીએ.
  પોતાની જાતને પટાવવા કે
  પછી બીજાને ઉલ્લુ બનાવવા
  ધતીંગ કરવા જ પડે……

 3. રોજ દિગ્દર્શક કને અભિનય શીખી લીધા પછી,
  હું કરું નક્કી શું મારે ખોલવું ; તખ્તા ઉપર !.. વાત અહીં નિર્દેશકની આજ્ઞા ઉવેખવાની છે પણ કલાકારને પણ પોતાની અભિવ્યક્તિનો અધિકાર હોય છે.. એ સુપેરે ઉજાગર થયું છે

  સુંદર ગઝલ… અભિનંદન.. બ્રિજેશ !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s