मामका:

ગળથૂથી ઘૂંટડો છે , मामका:
સ્વાર્થ ચસ ચસ મીઠડો છે, मामका:

વાતવાતે ઠૂમકો છે,मामका:
એજ રસ્તો ઢૂંકડો છે, मामका:

અાળખોમાં છેતરામણ ચીતરી,
કરમાં ગમતો કૂચડો છે,मामका:

કેડ સુધી ફેલતી ગઈ ખંજવાળ,
મેશવત્ હર ચીમટો છે, मामका:

દાયરામાંથી નીકળવું અઘરું છે,
ઘેલી પળનો આમટો છે, मामका:

જીવતર જેવું નથી રે જીવતર,
સાવ જણ જણ બોબડો છે,मामका:

દોસ્તો એવું ને એવું થવાનું,
લે, સમય પણ બોઘલો છે, मामका:

લાગણીની લુખ્ખી લહેરો છે કિશોર,
ગત સદીનો ઊચકો છે, मामका:

– કિશોર મોદી

8 thoughts on “मामका:

  1. દાયરામાંથી નીકળવું અઘરું છે,
    ઘેલી પળનો આમટો છે, मामका:

    ખરેખર તો આધુનિક સંજયની વાણી.

  2. આપણે હું અને મારુંના કુંડાળાંમાંથી બહાર નથી નીકળી શકતા
    એ સુપેરે સમજાતી ખૂબ ગૂઢાર્થ ગઝલ..

    જીવતર જેવું નથી રે જીવતર,
    સાવ જણ જણ બોબડો છે,मामका:………… વાહ !!

  3. દાયરામાંથી નીકળવું અઘરું છે,
    ઘેલી પળનો આમટો છે, मामका:

    मामका:….બહુ ગમી. કઈ નવું..

  4. ધૃતરાષ્ઠી જમાનાની ખાસિયત જ મામકા: છે.
    અને એ જોડાયેલું છે અાપણા મન સાથે અા
    વ્યુહચક્રમાંથી બહાર નીકળવું જ મુશ્કેલ છે.

    લાગણીની લુખ્ખી લહેરો છે કિશોર,
    ગત સદીનો ઊચકો છે,मामका:

    ખૂબ સરસ ગઝલ, ખૂબ સરસ વિચાર.

  5. ગળથૂથી ઘૂંટડો છે , मामका:
    સ્વાર્થ ચસ ચસ મીઠડો છે, मामका:
    very nice gazal.
    saryu

  6. ખૂબ સરસ વિચાર, સરસ ગઝલ…
    સ્વાર્થ ચસ ચસ મીઠડો …..very nice…..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s