સગાઈ કવિતાની

સગાઈછે મારી કવિતા ની સાથે,
સતત એ ભીતરથી મને રોજ બાંધે.

કદીએ ડૂબાડે કદી એજ તારે,
શબદ પ્રાણ પૂરી ફરીથી જીવાડે.

કૂણા કલ્પનોના ફૂલો પાથરીને,
થઈ વૃક્ષ બોધિ ભીતરથી જ વાધે.

કરી ચેનચાળા એ ખોબો હસાવે,
ઘણી, વેદના આપી દરિયો રડાવે.

તરંગો જગાડે ધ્વનિ, ચેતનાના,
ને મોસમની માફક જીવનને સજાવે.

હું, હુંને ભૂલી જઉ બનું વિશ્વવ્યાપી,
મને મોક્ષ આપી શિખર પર ચઢાવે.!

– પારુલ બારોટ

Advertisements

6 thoughts on “સગાઈ કવિતાની

 1. તરંગો જગાડે ધ્વનિ, ચેતનાના,
  ને મોસમની માફક જીવનને સજાવે…. વાહ.. !!

  સરળ શબ્દોમાં મજાની બાની… સરસ ગઝલ

 2. સરસ રચના.

  આ સગાઈ જ નિરાલી છે, ભાવ જગત સાથે જોડાયેલી
  આ સગાઈ સાચી છે ભૌતિક જગતથી પર છે.

  કદી એજડૂબાડે કદી એજ તારે,
  શબદપ્રાણ પૂરી ફરીથી જીવાડે.

  વાહ……..

 3. નવીનતાનીસોગાદભરેલી હમરદીફ કાફિયા ગૂંથિત સુંદર ગઝલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s