મનથી સવાયું

મનમાં હતું કૈંક મનથી સવાયું,
મળવાનું તેથી જ નક્કી કરાયું.

દિલમાં હવે સ્થાન દેવું જ પડશે,
મનથી બધું એમ મનમાં લવાયું.

સાથે જ રહેવું પડે એમ લાગ્યું ,
તેથી ન પાછળ ન આગળ થવાયું

પાળેલ શ્વાનો કરે બંધ ભસવું,
મનમાં જ એવું મનોમન લખાયું.

– વારિજ લુહાર

5 thoughts on “મનથી સવાયું

  1. સાથે જ રહેવું પડે એમ લાગ્યું ,
    તેથી ન પાછળ ન આગળ થવાયું

    મજાનો મત્લા.. મસ્ત ગઝલ… !!

  2. વાહ! દર્દીલી રચના.

    “મરજી નથી મન મચડવું પડે છે, જમાના પ્રમાણે બદલવું પડે છે”….શ્રી કૃષ્ણકાંત પરીખ. દિલીપના પિતાશ્રી.
    સરયૂ દિલીપ પરીખ

  3. સુંદર ગઝલ.

    આપણી પરંપરા મુજબની જિંદગીની કહાણી.

  4. ટૂંકી બહેરમાં આલેખાયેલું સુંદર મનો-વ્યાખ્યાન

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s