સારું નથી

કોણ કહે છે કે વલણ સારું નથી,
તારું આવું આચરણ સારું નથી.

દર્દમાં પણ તું સદા હસતો રહે,
કેમ કહું આ શાણપણ સારું નથી.

કોઈનું સુખ જોઈ તું નાચી ઉઠે,
કહે બધા તો- ગાંડપણ સારું નથી.

મન તને લખવા કહે તારા વિષે,
તું કહે વાતાવરણ સારું નથી.

આમ તારું સાધુ બનવું યોગ્ય છે !
કહે છે કે આ અતિક્રમણ સારું નથી.

-પ્રવીણ શાહ

Advertisements

9 thoughts on “સારું નથી

 1. મન તને લખવા કહે તારા વિષે,
  તું કહે વાતાવરણ સારું નથી.

  સરસ શેર.

 2. દર્દમાં પણ તું સદા હસતો રહે,
  કેમ કહું આ શાણપણ સારું નથી…. મસ્ત … સુંદર ગઝલ.. !!

 3. પ્રવિણભાઈની એક અોર સુંદર રચના.

  દર્દમાં પણ તું સદા હસતો રહે,
  કેમ કહું અા શાણપણ સારું નથી..

  ટંૂકી બહેરમાં સુંદર ચમત્કૃિત.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s