ટેવ ખોટી છે

હવાની જેમ આવીને જવાની ટેવ ખોટી છે,
ઉતાવળથી ખુલાસો આપવાની ટેવ ખોટી છે.

જે ઇચ્છા ઉદભવે છે એને મનગમતી દિશા આપો,
હ્રદયમાં એને દાબી રાખવાની ટેવ ખોટી છે.

મૂંગી ચીસો હંમેશા ખુદને સાંભળવી પડે છે દોસ્ત,
જગત સુણે એ આશા રાખવાની ટેવ ખોટી છે.

પરાજયથી પ્રકાશિત થાય છે જીવન ઘણી વેળા,
નિરાશાથીય કંટાળી જવાની ટેવ ખોટી છે.

સડક પગદંડી સરખી હોય તો એમાં શું વાંધો છે ?
સદા બીજાના પગલે ચાલવાની ટેવ ખોટી છે.

ઊંચાઈ પ્રાપ્ત કરનારા વિષે ફરિયાદ એક જ છે,
અહીં કોઈને નીચા પાડવાની ટેવ ખોટી છે.

– નીલેશ પટેલ

6 thoughts on “ટેવ ખોટી છે

  1. આપણી ખોટી ટેવને ઉજાગર કરનારી સાચી ગઝલ…!!

    આખી ગઝલ ગમી….

  2. અહીં કોઈને નીચા પાડવાની ટેવ ખોટી છે. ….very true….all shares are very nice…

  3. બીજાની લીટી ભૂંસી પોતાની મોટી કરવી
    એ વાત ખોટી છે જ.

    સાચી વાત. સરસ ગઝલ.

  4. વાહ, વાહ.
    “સડક પગદંડી સરખી હોય તો એમાં શું વાંધો છે ?
    સદા બીજાના પગલે ચાલવાની ટેવ ખોટી છે.”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s